નદીનાં કિનારા જાણે.

*અછાંદશ*

હું અને તું
તું અને હું
નદીનાં કિનારા જાણે.

બસ, ચાલતા રહ્યા *સાથે*
હતા, *દૂર* એકમેકથી,
છતાં હતા, *પાસ-પાસે*

હું અને તું
તું અને હું
સદા છીએ સહપ્રવાસી,

છે તું સદા મારી *સાથે*
છતાં, હંમેશ મને *દૂર* જ ભાસે,
પુછું કદી તો કહે, હું છું ને તારી *પાસે* !!

------ગજેન્દ્રસિંહ જાડેજા"ઉર્વિ"
Previous
Next Post »