અડીખમ આહીર


ભડ વંકા શંકા નહીં, રણ બંકા રણધીર
મરદ પટાધાર મલકમાં, અણનમ ધર આહિર.

પડમાં નો પાછા પડે, ધરી નો ચુકે ધીર
અટક્યા ને દે આશરા, એવા અડીખમ આહીર.

વા ઉડયાં વ્રમંડ ચડ્યાં, પડયાં પંડ ધરી પીર,
મલક પડે જો મારવા, (તો) ઑથ્યુ દીયે આહિર

શારડીયું સરતાનજી, છીંડા કરે શરીર
(તોય) ભાળ્યું ના મુખથી ભણે, ઓછપ લઇ આહિર.

ગઢ જૂનો રાખ્યો ઘરે, રા' રાખ્યો રણધીર
જશ રાખ્યો જગ જીવતો, અળ માથે આહિર.

કડ કટાર મૂછ વંકડી, સે રાખી સમશીર,
રાખ્યો અશ રણ ઘેલડો, અડા ભીડ આહિર.

*ચમનકુમાર ગજ્જર*
Previous
Next Post »